• palanpuri 1w

    કેવી રીતે?

    રહી ગઈ છે બસ હવે યાદો..
    ક્યાથી કરીશું, મુલાકાતો?
    ગુંજે છે આપણા એ સંવાદો..
    તમારી યાદ..પૂરતી છે જીવવા માટે..
    તમારો સાથ..હમેશ છે મારી સાથે...

    છીનવી લીધી છે જિંદગી, ભૂલાવી દઉ કેવી રીતે..
    સમય હતો મેળાપનો, વિદાય છે કેવી રીતે?
    અવનવા ખેલ છે તારા ઓ ખુદા,
    ઝૂકીને માની લઉં કેવી રીતે?

    નોહતી ખબર આવું થશે..
    નોહતી કદર, આવુ થયું..
    તમારો ભાસ છે, બધી જગા..
    પાછા છીનવી લઉ, કેવી રીતે?

    તમારી યાદ..પૂરતી છે જીવવા માટે..
    તમારો સાથ..હમેશ છે મારી સાથે...

    - સચિન દવે ©palanpuri