• rmgajera 14w

    ગુફ્તગુ

    ગઈ કાલ તો યાદો માં વિતી
    ને આવતી કાલ કદાચ સપનાઓ માં વિતશે

    બંન્ને ની અધવચ્ચે આજ શાંત થઈ ક્ષણ ક્ષણ સાથે ગુફ્તગુ કરી લઉં
    સમય રુપી માયાવી દોરાને વર્તમાન ની શાલ પર ભાત રુપે વણી લઉં

    કદાચ ક્ષણો સાથે વાર્તાલાપ મને ખુદની ઓળખ આપી જાય તો પછી
    મારા પ્રત્યેક શ્ચાસને એ ક્ષણો ના હવાલે કરી તનની પ્રદક્ષિણા કરી લઉં

    આજ સમય સાથે થોડી ગુફ્તગુ કરી લઉં!

    ©rmgajera