• kermech21 7w

    #garvigujarat #387

    'બેફામ' તોય કેટલું થાકી જવું પડ્યું
    નહીંતર જીવનનો માર્ગ છે ઘર થી કબર સુધી

    આ એક શેર જ બહુ છે 'બેફામ' સાહેબ ની તારીફ માં������

    @rtkoria @shruti_bhatt @pranalii @dipwordz @say_it @secret_phantom @tiku_16 @gujrati_network @rmgajera @chintan_prajapati

    Read More

    ઓ હ્રદય...

    ઓ હૃદય, તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
    જે નથી મારા બન્યા, તેનો બનાવ્યો છે મને

    આમ તો હાલત અમારા બેઉની સરખી જ છે,
    મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને

    એ બધા ના નામ લઈ મારે નથી થાવું ખરાબ,
    સારા સારા માનવીઓ એ સતાવ્યો છે મને

    આ બધા 'બેફામ' જે આજે રડે છે મોત પર,
    એ બધાએ જીંદગી આખી રડાવ્યો છે મને

    - બરકત વિરાણી 'બેફામ'