• rmgajera 6w

    બોલ, શું કરીશ?

    હરતી ફરતી જીંદગી મારી,
    ક્યારેક અહીં તો ક્યારેક તહીં;

    તું અર્ધાંગીની બની મને એક સ્થાન પર સ્થગિત કરીશ?
    કે પછી
    એક મિત્ર બની મારી સંગાથે જગતમાં વિચરણ કરીશ?

    હા, જો આવડત હોય તો બંન્ને પાત્રો એક સાથે ભજવવાની સ્વતંત્રતા પણ છે તને!

    ©rmgajera