• quotes_by_akshat 22w

    ખોવાયો વ્હાલમ

    દર્દો મારા છુપાયા છે તોફાનમાં,
    સંબંધોની ઉલજનમાં ખોવાયા છે સપના મારા,
    પિતા કેરા સુખને ચાહવા લલચાયા છે રોમ રોમ મારા,
    ખબર નહીં ક્યાં ખોવાયા છે વ્હાલમ મારા.

    નાનપણથી સુખને ઈચ્છું છું,
    નાના હાથોથી ફેસબુક પ્રોફાઈલમાં એ handsome ને હું શોધું છું,
    કોરું હૈયું રાખી આખો દિવસ મલક મલક કરું છું,
    મારા વ્હાલમને હું બસ આમજ શોધું છું.

    કલરવની નીરવ શાંતિ પ્રસરી છે મારા માં,
    સપના ધુવાળો બનીને ઉડી ગયો છે હવા માં,
    સુનું થયું છે દરિયાનું તોફાન લાગણીઓની ઓટમાં,
    ખબર નહિ ક્યાં ખોવાયા છે વ્હાલમ મારા.

    પ્રીતમ પવિત્ર સંબંધ હું આમજ ફમફોસું છું,
    કન્યાદાન કરવા બે હાથ હું આખી ધરતીમાં શોધું છું,
    "પ્રીતિ પાર્થે નશાશ્વતે" જોડે લઈ ને ફરું છું,
    મારા વ્હાલમને હું બસ આમજ શોધું છું.

    પાપાપગલી કરવા ધબકાર અટક્યા છે મારા,
    રમકડાં કેરા નાનપણ ને હીરો જોડે વિતાવવા કોડ ખૂટયા છે મારા,
    સમજણ આમજ ખૂટી છે મારામાં, એટલે જ કહું છું,
    ખબર નહિ ક્યાં ખોવાયા છે વ્હાલમ મારા.

    -અક્ષત ના શબ્દો
    #વિચારોના_વંટોળમાંથી