• gujrati_network 5w

    શબ્દાંજલિ

    આજે એક અનોખો પ્રયોગ કરીએ! આવો, મળીને શબ્દોને અંજલિ આપીએ!

    નીચે આપેલા કોઈપણ શબ્દને ટાંકીને કોઈપણ રચના બનાવો.

    ના, વાત પૂરી નથી થઈ. આ કોઈ સામાન્ય શબ્દ પ્રતિસ્પર્ધા નથી. આજે કોઈ સ્પર્ધા નથી, શબ્દોને સમજવાની કોશિશ છે.

    ફક્ત એટલું કરવાનું છે કે તમારી રચના પોસ્ટ કરો ત્યારે તમારા કોઈપણ ત્રણ ગુજરાતી મિત્રોને ટેગ કરી તમારી પસંદનો શબ્દ સૂચન કરી તેમની રચના પોસ્ટ કરવા માટે કહો.

    ટેગ નીચે મુજબ કરવું:

    #garvigujarat #shabdanjali @gujrati_network #tamaaro shabd @je mitra ni challenge accept kri hoy tenu naam

    @tamara mitr nu naam #te mitra maate no shabd @bija mitra nu naam #te mitra maate no shabd @trija mitr nu naam #te mitra maate no shabd

    તો જોઈએ, તમારા મિત્રો તમારી માટે, ગુજરાતી ભાષા માટે અને શબ્દોને અંજલિ આપવા માટે કેટલા તત્પર છે!

    આજ થી ત્રણ દિવસ સુધી પોસ્ટ કરી શકાશે.

    શબ્દો છે -

    ઉઘાડ, ગોરંભાવુ, ગડમથલ, ખંજરી, કોડી, ધૂપસળી, ગભરૂં

    તો, આવો... કલમના સથવારે શબ્દાંજલિ આપીએ!