• angelpanchal11 5w

    ખુદ ની શોધ

    હુ મને શોધવા નીકળી છું,
    હુ ખુદ મને શોધવા નીકળી છું.
    જીવન ની આ અનેક આપદામાં,
    હુ ખુદ ને ભૂલાવી બેઠી છું.

    સમય નાં બદલાવ ની સાથે,
    અને લોકો ની સંગત બદલવા ની સાથે
    મારુ અનુકુળ વાતાવરણ ગુમાવતાં
    હુ ખુદ ને જ ગુમાવી બેઠી છું.

    એક સમયે જ્યારે હુ ચમકતો સિતારો હતી
    અને હંમેશા હુ શિક્ષકો ની નજરો મ તરતી,
    એ મારી ચમક અને શિક્ષકો નો પ્રેમ,
    હુ ગુમાવી બેઠી છું.

    જીવન માં એક નાની સમસ્યા આવવાની સાથે
    અને પરિવારજનો નાં કહેવા પ્રમાણે
    મે મારો ધ્યેય ભૂલાવ્યો
    બીજાના માટે,
    પરંતું આજે એ પ્રતીતિ થવાના કારણે કે
    ધ્યેય પૂર્ણતા જ જીવન છે
    હુ પોતાને પામવાનો પ્રયત્ન કરી રહી છું.

    આજની પ્રભાતે સૂર્યોદયની સાથે ,
    સફળતા પામવા નાં નિશ્ચય સાથે
    નવી શરૂઆત કરવા જઇ રહી છું
    હુ ખુદ ને પામવા જઇ રહી છું.
    ©angelpanchal11