• quotes_by_akshat 46w

  મારા સપનાની પરી

  રૂપે થોડી ઓછી હશે તો ચાલશે,
  પણ તેની આંખોમાં જોતાંની સાથે જ પ્રેમ ઉભરાય તેવી હોવી જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  બોલવામાં થોડી શરમાતી હશે તો ચાલશે,
  પણ પ્રેમ એકદમ ખુલ્લા દિલે કરે તેવી હોવી જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  દુઃખમાં એને પાછળ રહેવાનું,
  પણ સુખમાં તો એને મારી આગળ જ રહેવું જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  મારી સંભાળ થોડી ઓછી લેશે તો ચાલશે,
  પણ મારા માતા-પિતા ને તો સાચવવી જ જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  મારી સાથે થોડી ઓછી વાત કરતી હશે તો ચાલશે,
  પણ પોતાની સખીઓ સાથે તો સમય વિતાવતી જ જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  દરેક વાતો મને નહીં કહે તો ચાલશે,
  પણ મારી દરેક વાતોને તેને જાણવી તો પડશે જ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  પ્રેમ મને ભલે થોડો ઓછો કરે,
  પણ મારા માતા-પિતા ને તો વધારે જ કરવી જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  બીજા છોકરાઓ સાથે વાત કરે તેનો મને વાંધો નથી,
  પણ રોજ રાત્રે થોડી ક્ષણો એને મારી સાથે વિતાવવી જ જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  હું ઉદાસ હોવ અને એ મને નહીં મનાવે તો ચાલશે,
  પણ એ ઉદાસ હોય ત્યારે મને ભેટીને એને પોતાનું બધું જ દુઃખ વહેંચી જ દેવું જોઈએ,
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ.
  મારા સપનાની પરી કંઈક આવી હોવી જોઈએ
  ©quotes_by_akshat