• rmgajera 5w

    અહીં હસ્તરુમાલ એટલે હસ્તમેળાપ વખતે યુગલના ભીડેલાં હાથ પર મૂકવામાં આવતો એક કાપડનો સુંદર રેશમી ટુકડો!

    Read More

    આટલું કરીશ?

    લીમડે થી ખરતી લીંબોળી મને માની લે આજ,
    બાળક બનીને તું મને ખોબામાં ઝીલીશ?

    લાંબા જીવનનો આશાવાદ છું હું,
    આશીર્વાદ બની એને હકીકત ના ટોડલે મેલીશ?

    આખરે તો હું ને તું કાલ્પનિક જ છીએ ઘેલી,
    વાસ્તવિકતા ના કડવાં ઘૂંટ મારી જોડે પી લઈશ?

    શું આમ માત્ર વિચારોમાં જ ગરકાવ થઈ છે?
    હસ્તરુમાલમાં તારું મારું નામ સીવી લઈશ?

    ©rmgajera