ra_bh_h

રા ભ હ रा भ ह

Grid View
List View
 • ra_bh_h 4d

  ગઝલ

  હુંસાતુંસી, તાલાવેલી, હવાતિયા ને આ તાગડધિન્ના,
  મોત તો તય છે તે છતા જિંદગીના આ તાગડધિન્ના.

  ખાલી મુઠ્ઠીમાં અહીં આવવુ અને એમજ પાછા જવુ,
  બધુય ખબર છે બધાને અને છતાય આ તાગડધિન્ના.

  કોઈ આમ સહેજે મને નીચો પાડે ને હું જોતો રહું?
  આવ સામે બતાવું હું કોણ ને કેવા મારા તાગડધિન્ના.

  નટરાજ નૃત્ય મારા ચાલતા રહે ને દુનિયા જુવે મને,
  ઝેર તો પીધુજ નથી ને છતાય મારા આ તાગડધિન્ના.

  "દોરી છે", કરી ચલાવ્યુ તે કારસ્તાન 'રાજેન' અહીં,
  દોરી તને પણ દેખાતી નથી ને સાંપના આ તાગડધિન્ના.


  ©ra_bh_h
  ©રા ભ હ
  ૧૮મે૧૮

 • ra_bh_h 5d

  truth

  truth is generally heard; rarely seen.

  (not mine - I had read it somewhere)

 • ra_bh_h 1w

  original confusion

  If we knew what we wanted; I guess we wouldn't have wanted it in the first place.


  ©ra_bh_h
  16May18

 • ra_bh_h 1w

  अतीत

  घुम्मकड़ टहलते
  मैं और तुम
  भरी दोपहरी
  गरमी बड़ी
  फिर भी सबर होती झड़ी

  खाली रस्ते
  कुल्फीयां वो
  मूंगफली के दाने
  भैयाकी भेल
  दरिया किनारा
  सिर्फ तेरा ही सहारा

  12 से 3
  सिनेमा खाली
  कुछ मवाली
  सादे पॉपकॉर्न
  इंटरवल की बारी
  सपनों की दुनिया हमारी

  ©ra_bh_h
  ©रा भ ह

 • ra_bh_h 1w

  Life

  dear
  fear

  career
  arrear

  marry
  unwary

  family
  merrily

  kids
  quids

  friends
  foes

  society
  property

  fame
  name

  world tour
  what allure

  retirement
  ailment

  purpose
  corpus

  non linear life
  it's all a strife

  opportunity cost
  we are really lost

  priorities
  banalities

  values
  whose

  meaning
  demeaning

  don't worry, don't shout
  we all are in same bout

  life may be is just an experiment
  nothing to implement, nothing to document

  ©ra_bh_h
  12May18

 • ra_bh_h 1w

  ગઝલ

  તુ નથી એ અજબ સજા છે,
  આવ તુ તને હંમેશ રજા છે.

  એકલો શૂન્યતામાં ભેંકાર હું,
  તુજ સુગંધ ને તુજ ફિઝા છે.

  વિરહની આગમાં ઝૂલસું હું,
  કાળજે ઠંડકમાં તને મજા છે?

  તુજ રાણી દિલની ને દુનિયાની,
  આવને! દુઃખમાં તારી પ્રજા છે.

  સાત ભવનો સાથ છે આપણો,
  મને શું ને તનેય શું લજ્જા છે!

  ©ra_bh_h
  ©રા ભ હ
  ૧૧મે૧૮

 • ra_bh_h 2w

  ગઝલ

  જેના માટે આવ્યો એ કામ હજુ બાકી છે,
  કરવાનુ પોતાનુ થોડુક નામ હજુ બાકી છે.

  જમાનો કરે છે મારી આખી દુનિયા ઉધ્વસ્ત,
  મારુ શહેર ખંડહર પણ ગામ હજુ બાકી છે.

  દુશ્મનથી તુ બચ્યો પણ દોસ્તનુ શું? એના
  બગલમાં છુરી, મુખમાં રામ હજુ બાકી છે.

  મયખાનો મારુ ઘર છે, રહેવાદો, જુઓ મારી
  મહેફિલો અધૂરી ને મારા જામ હજુ બાકી છે.

  કેટલાય પાપ કર્યા છે 'રાજેન' તે આ દુનિયા માં,
  ભરપાઈ થતી જ નથી ને દામ હજુ બાકી છે.

  ©ra_bh_h
  ©રા ભ હ
  ૧૦મે૧૮

 • ra_bh_h 2w

  empty room
  ego lingers
  'I' have 'left'
  ©ra_bh_h
  5May18

 • ra_bh_h 2w

  ગઝલ

  દુનિયા તો રમત રમાડે છે, પણ મારે જીતવુ નથી,
  રમતની આદત લગાડે છે, પણ મારે જીતવુ નથી.

  તારા ઈશારે કુરબાન છે મારી આ આખી બાજી,
  તુ અંચઈ કરી જીતાવે છે, પણ મારે જીતવુ નથી.

  હારી હારી ને પાકો ખિલાડી થયો છું હવે સાચે!,
  સ્પર્ધીઓ તાળી વગાડે છે, પણ મારે જીતવુ નથી.

  જુવો હયાં લોકો આંખ નો બદલો આંખ થી લે છે,
  બધુય રમતમાં ખપાવે છે, પણ મારે જીતવુ નથી.

  'રાજેન' ફાંકોટા મારે છે કે તુ જીતી શકે આ ભવ,
  ને પછી અમોને પકાવે છે, "પણ મારે જીતવુ નથી!".

  ©ra_bh_h
  ©રા ભ હ
  ૫મે૧૮

 • ra_bh_h 3w

  વહે

  પાણી વહે
  તરસ મારી
  ત્યાંની ત્યાં

  રસ્તો વહે
  ભીડ બધે
  ત્યાંની ત્યાં

  સ્વેદ વહે
  ભાગ્ય મારૂ
  ત્યાનું ત્યાં

  ક્રોધ વહે
  દોષ મારા
  ત્યાંના ત્યાં

  સમય વહે
  સ્થિતિ મારી
  ત્યાંની ત્યાં

  લોહી વહે
  ક્રાંતિ અશાંતિ
  ત્યાંની ત્યાં

  જીવન વહે
  બંદગી મારી
  ત્યાંની ત્યાં

  શાહી વહે
  વિચાર મારા
  ત્યાંના ત્યાં


  ©ra_bh_h
  ©રા ભ હ
  ૩મે૧૮