anjaan_princess

radhe karishna��

Grid View
List View
Reposts
 • anjaan_princess 117w

  નજર ઉઠાવી ને મે જોયું તો હજારો મોરપિચ્છ કૃષ્ણના ચહેરા પર લહેરાઇ લહેરાઇ ને તેમને વ્હાલ કરી રહ્યાં હતાં...

  હુ તો બસ તેનાં ચરણોમાં મારા આંસુના ફૂલો ચડાવી ને તેનો અભિષેક કરતી રહી...કરતી રહી...

  આખરે કૃષ્ણ નાં આ શબ્દો વાંસળી નાં સુર...રાધા નું ઝાંઝર... કે દ્વારિકા ની હવા ..બની ને રાધા સુધી પહોચ્યાં જ હશે... ને...

  અંતે ,,
  જેમ રાધાએ , દ્રૌપદીએ , ઋકમણીએ અને જગત ની દરેક સ્ત્રી એ કૃષ્ણ ને કહ્યુ એજ મારે કૃષ્ણ ને કેહવું છે....

  त्वदीयं वस्तु गोंविन्द तुभ्यमेय सम्पये।।

  �� अस्तु ��

  Read More

  મોરપીંછ નો માલિક

 • anjaan_princess 117w

  એક મીઠો મધુર અવાજ રેલાયો.."બધાં ને શુ લાગે છે મને ખબર નથી કાંઇ..? રાધાના આ શબ્દો દ્વારિકા ના સમુદ્ર ની ભરતી ની જેમ ધસમસતા આવીને એક ભીનાશ.... એક ખારાશ આપતા હતા...ને હુ જાણતો હતો
  આ ભીનાશ..
  આ ખારાશ..
  રાધા નાં આંસુ ની હતી...કદાચિત્ત...!!

  એ આંસુ, જેને જીવનભર પીધા હતાં મે..એ આંસુ જે યમુના કિનારે નદી ની જેમ વ્હાવ્યા હતા... એ આંસુ જે મને વિદાય આપતા હતા અને એ પછી પણ રોજેરોજ મારુ ગળું ભીજવતા રહ્યાં , પણ આંખ સુધી ક્યારેય ન આવ્યાં..!"
  "પણ કૃષ્ણ ..રાધા એ તો ચુકવ્યુ છે આ બધા નું મૂલ્ય...અને અમે સૌ જોતાં રહ્યાં...સ્તબ્ધ...મોન ને.."

  " મારો કોઈ ગુનો નથી , સમય ની ભાષા ઉકેલી શકતા કેટલાંક દૂભાગી પુરુષો માનો એક છું હુ...વાંસળી મુકીને શખ ઉપાડવાની વેદના મારા સિવાય કોઈ નથી જાણતુ...""

  " પણ રાધા નો શુ વાંક કાના???"
  " પ્રિયે...આ મારી અને રાધા ની વાત નથી..."
  " પણ વાત તો તમારી અને રાધા ની જ છે ને કાના..."

  મે જાણે નિર્ણય કરી લીધો હતો કે આજે બધી મલિનતા ધોઈ નાખવી..

  " મારા માટે પણ અઘરું હતુ રાધીકે થી દુર જવું..."

  "સમજુ છું કૃષ્ણ...પણ સ્વીકારી નથી શકતી.. જો તમે ઇંછ્યુ હોત ને કાના....તો.."
  "હુ કોણ ઇચ્છા રાખનારો..નિર્ધાંરેલુ થઇ ને જ રહે છે..પ્રેમ, કરુણા, લાગણી ના બંધનો દરેકેદરેક મનુષયની જેમ મને પણ પોતાની તરફ ખેંચતા હતાં...ન જવા માટે રોકતા હતાં..."
  "પણ રાધા નો શુ વાંક..આ બધાં માં???"

  "રાધા એ તો મને એક ને જ ગુમાવ્યો છે...મે કેટ-કેટલું ગુમાવ્યું છે...વિચાર્યું છે ક્યારેય..??
  યશોદા કે નંદબાબા...ગોકુળ ની ગલીઓ...મારી વાંસળી કે યમુના નો પ્રવાહ શુ મને જવા દેવા તૈયાર હતાં?...??"
  મારા શબ્દો મૌન થઈ ગયા..મારી ફરીયાદ ભરેલી નજર પણ નમી ગઇ..."છતાંય તમે રાધા ની સાથે જ રહ્યાં હોત તો..."

  " यो मा पश्यति सर्वत्र सर्व च मयि पश्यति।
  तस्याहं न प्रणश्यामि स च में न प्रणश्यति।।"

  (જે મને બધે જુએ છે અને મારામાં બધુ જુએ છે એને માટે હુ કદી દુર નથી અને તે મારાથી કદી દુર નથી)

  Read More

  મોરપીછ નો માલિક

 • anjaan_princess 117w

  મે બધુ ફફોસી જોયું પણ કૃષ્ણ નો એક પણ પત્ર નહતો..ક્યાંથી હોવાનો ?? કૃષ્ણ તો એક અસ્તિત્વ નો આભાસ માત્ર છે , ક્યાં પહોંચવાનાં હતાં રાધા નાં પત્રો જ એનાં સુધી ?? જાણું છું છતાંય કૃષ્ણ પ્રતયે ની ફરીયાદ મ આંખો મીચાઈ ગઇ અને ફરીયાદ રૂપે આંસુ વહી પડ્યા..""શુ કામ? કાના શુ કામ...તેં આમ કર્યું??"
  મારુ હ્ર્દય આક્રંદ કરી ઉઠ્યું
  મારી વાતો નાં પડઘા જાણે મને જ સંભળાવા લાગ્યા.. મારી આંખો હજીયે બંધ હતી..પણ હેય...મને આ શુ સંભળાય છે..!!!
  ""વાંસળી....��""

  કદંબની ડાળીઓમાં છુપાઈને કોઇક વાંસળી વગાડે છે...કોણ જાણે ક્યાંથી મારા કાનમાં વાંસળીના સુર ગુંજવા લાગ્યા.નદીનો કલકલ કરતો વહી જતો પ્રવાહ યમુના બનીને ઉછાળા મારવા લાગ્યો..કંદમ્બનાં વૃક્ષઓમાંથી ગળાઇને આવતી આ ઠંડી હવા ક્યાંથી આવવા લાગી.. મોરપિચ્છ નાં ઢગલેઢગલા મારા ચહેરા પર પડી પડીને લસરી જવા લાગ્યા..
  દુર કદમ્બની ડાળીમાંથી કોઇક બહાર આવ્યુ છે..મારી નજર સામે એક એવું વ્યકિત્વ છે જેનું નામ લગભગ" કૃષ્ણ "હોવું જોઈએ..

  એનો અવાજ સંભળાય છે ...એને જોવા આંખો ખોલું છું...પણ જાણે મણ મણનું વજન મૂક્યું છે કોઇએ ..મારી આંખો જ નહતી ખુલતી..અચાનક વાંસળી નો અવાજ બંધ થઇ જાય છે.મારા થી અધીરાઈપૂર્વક પુછાય ગયુ..
  કેમ, કૃષ્ણ આમ?..અન્યાય...રાધા સાથે..??

  Read More

  મોરપીંછ નો માલિક

 • anjaan_princess 117w

  By unknown writer

  Read More

  આ મહાનગર મા
  કોઈ બાગમાં વૃક્ષ તળે
  જો એકાદ તૂટેલ ફૂટેલ બાંકડો ન હોત તો..
  બિચારો માણસ કોની પાસે જઇને
  મનની પછેડી ખોલેત...!!

 • anjaan_princess 118w

  કોઈ ખરેલા ફુલ ની પાસે બેસીને તારી રાધા ધ્રુસકે ધ્રુસકે રડે છે. તારી દ્વારિકા નગરી નાં વરસતા વરસાદમાં તને મારા આંસુનો એહસાસ ન થયો....? ખરેલા પીંછા ની જેમ આખું આકાશ ખરે છે ને તુ..આટલો અભાન કેમ રહી શકે છે..?? કદમ્બનાં વૃક્ષઓ તને હાથ લંબાવી ને બોલાવે છે , યમુના નાં નીર રડી રડી ને થાકી ગયા છે , મા યશોદા ની આંખો હજી એનાં તોફાની કાનુડા ને શોધે છે , તારા મિત્રો હજીયે તને મટુકી ફોડવા સાદ દઇ રહ્યાં છે..
  છતાંય
  તુ અમને બધાં ને અવગણી રહ્યો છે..કાના તારા વીના ની સાંજ સામે મળે ને હુ ભાંગી ને ભૂકકોં થઈ જાવ છું..��શુ છે એવું બધુ એ સોનાની નગરીમાં??... રાણીઓ , મહેલો , માન-આદર આપતી પ્રજા....??..એ ભય , ચિંતા , જવાબદારી કરતા તો ક્યાંય સારુ ગોકુળ છે..અહિ ત્યાં જેવા ૫૪ જાતના પકવાન નથી..
  પણ માં ના હાથની શુદ્ધ , હૈયાના સ્નેહથી થી પણ મીઠી માખણ ને મીસરી છે..અહિ ત્યાં જેવી અત્તરોની સુંગધ નથી પરંતુ અહિ વેણી મા પરોવાતા હજારો હસતા ફૂલો છે..કદમ્બ નાં વૃક્ષઓ છે , તારી વાંસળી છે , યમુના છે , તારું બાળપણ છે , યશોદા ને નંદબાબા છે.. હુ છું..વધારે શુ જોયે
  છે
  તારે..
  રોઈ રોઈ ને આંસુની ઉમટે નદી તો એને કાંઠે કદમ્બ નું વૃક્ષ વાવજે....વાદળ વરસે ને બધી ખારપ વહી જાય.. પછી ગોકુળીયુ ગામ ત્યાં વસાવજે..

  મને માત્ર એક વાર મળવા આવજે કાના જોઉં કે બધાં જેને ઇશ્વર માને છે તેં મારી ઇચ્છા પુર્ણ કરે છે કે નહીં??!!!
  .....
  ....
  .... "
  લી.
  રાધા નાં ઝાઝા જુહાર શ્યામ..
  અંતર મા ઓછું ન લાવતો.
  Con..

  Read More

  મોરપીંછ નો માલિક

 • anjaan_princess 118w

  ૧૬૦૮ રાણીઓ વચ્ચે ક્યારેય તને મારી યાદ ન આવી?? તને ખબર કાના જ્યારે તુ વૃંદાવન છોડી ને મથુરા ગ્યો એ પછી હુ યમુનાએ પાણી ભરવાય નથી જતી..મા યશોદા નાં આંસુ , ગોપીઓના ઉદાસ ચહેરામા મને તારી છબી દેખાય છે..કાના તારી સાથે જોડાયેલી દરેક પળ મે સ્મરણ મા રાખી છે..તુ જ્યારે ગાયો ચરાવી ને આવતો ત્યારે હુ તારી રાહ જોતી..પણ તેં મને હેરાન કરવામા કશુ બાકી નહતું રાખ્યું..
  હુ યમુના એ પાણી ભરવા જતી ત્યારે વૃક્ષઓ પર બેસીને મારા પર ક્યારેક પુષ્પવર્ષા કરતો તો કયારેક પથઃર ફેંકીને મારી મટુકી ફોડતો..ક્યારેક મને નદીમાં ધક્કો મારી દેતો..ક્યારેક મારુ ઝાંઝર છુપાવતો..
  તો
  ક્યારેક
  પોતે

  સંતાય
  જતો...
  મને યાદ છે યમુના નાં પાણી મા બંને પગ લટકાવીને કલાકો બેસી રેહતા...કાના ખૂબ યાદ આવે છે તુ...એક વાર તો મળવા આવ..અત્યારે ઘણું કહેવાનું છે અને કશું નથી કહેવાનું..હુ હતપ્રભ થઈ ગઇ છું.એકસામટા ધણાં વિચારો આવે છે અને કોઈ વિચાર નથી આવતો..હુ એક અજબ અવઢવમાંથી પસાર થઈ રહી છું....

  Continue....

  Read More

  મોરપીંછ નો માલિક

 • anjaan_princess 118w

  "...કાના એક વાર તો આવ ..હુ રાહ જોવ છું તારી , હુ ખુશ છું કે નહીં એ જોવા આવ ..મને છોડી ને જવા માટે એક વાર આવ.. મારી કોઈ ચિંતા નથી તને?..
  મને
  તારી
  વાંસળી
  હજીયે
  સંભળાય
  છે..
  સ્વપન મા.. અડધી રાતે કે પરોઢિયે..કેવો સંમોહ હતો તારા સુર મા ..હુ ખેંચાય આવતી,,,છેલ્લા કેટલાય વર્ષોથી મારો આત્મા વ્યાકુળ છે ,ખાતા-પીતા, સુતા-વલોણા કરતા, ગાયો નીરતા કે દૂધ દોંહતા જાણે વાંસળી નો અવાજ મારો પીછો નથી છોડતો..
  કાના તુ તો જાણતો હતો ને..કે 'કૃષ્ણ' શબ્દ મારા જીવન નો પર્યાય બની જશે..તો પછી શુ કામ કાના..??મને મારા અસ્વીકાર નાં કારણો માંગતા પ્રશ્નોનો ઉત્તર જોઈએ છે.. શુ તુ નથી જાણતો કે એક સ્ત્રી માટે એનો પ્રેમ જ એનો શ્વાસ છે..એનો પ્રાણ છે..
  તુ જાણે છે..
  સમજે
  છે..
  સત્ય
  અને
  સંવેદનાને...
  અનગઁળ.
  અવિરત
  અવિભાજય
  પ્રેમ ને....
  છતાંય
  તુ
  મને
  છોડી
  ને
  જતો
  રહ્યો

  Read More

  મોરપીંછ નો માલિક

 • anjaan_princess 118w

  कभी उस माँ के पेट में मार दिया गया
  तो कभी जन्म देते ही मार दिया गया
  जिन्दा रखा तो दिलों में मार दिया
  तो कुछ माह की क्या हुई , दरिंदो ने भी मार दिया

  जो हाथ कभी सिर पे रखे जाते थे..
  वो अब बाहोंमे क्यों भरना चाहते है?
  क्योकि शायद में बड़ी हो रही थी
  वो नज़रे जो मेरी मासूम से चेहरे को देखते थे
  वो आज़ मेरे चेहरे में नाजाने क्या क्या देखते है?
  क्योकि शायद में बड़ी हो रही थी

  जो कभी दोस्ती की मिसाल देते थे
  वो आज क्यों मुझे इम्प्रेस करने में लगे है
  क्योकि शायद में बड़ी हो रही थी

  हर गली हर जगह लोग घूरने लगे है
  पहले तो नही होता था ऐसा..अब क्यों?
  क्योकि शायद में बड़ी हो रही थी

  हँसते खेलते में अपनी मस्ती में रह्ती थी
  लोगों की हरकतों ने बता दिया...की
  हा ..में बड़ी हो रही थी����

  Read More

  .

 • anjaan_princess 119w

  નનકી , નાજુક મારી ઢીંગલી..
  તુ તારા ઘરે જાય છે...��
  સવારે આ આંખો શોધશે તને
  નજર નો પણ શુ વાંક
  એ પણ દોડશે તારી પાછળ
  મારી આંગળી પકડી મને શુ કેવાં માગતી હતી
  "હુ છું ને"..એમ કે "તમે છો ને મારી સાથે" એમ
  બધાં કહે છે.. તારી આંખો મારા જેવી છે..
  ને હુ રોજ મારી આંખો થી.. મારી જ આંખો ને જોતી
  તુ રડતી તો બધાં મને શોધતા...
  મને રડવું હશે તો તને ક્યાં શોધીશ..

  Read More

  Miss u

 • anjaan_princess 119w

  @kermech21@silentwarrior_kunjanmodi@rtkoria@gujrati_network#garvigujarat@adv_mavani@vishalprabtani@poet_of_sea

  To be continue...

  એક પત્ર હાથમાં લઈ ને વાંચવા ની કોશિશ કરૂ છું...

  "તુ સમજે છે શુ તારી જાત ને?..પેહલા પણ મને ખૂબ હેરાન કરી છે ને હજી પણ... કેટલા વર્ષો થયા ગોકુળ છોડ્યાને , એક વખત પણ વળી ને જોયું છે?? એવો તેં વળી કેવો ભગવાન કે અમને તુ તડપાવે..
  કોણે
  તને
  ભગવાન
  બનાવી
  દીધો??

  તારી દ્વારિકા ની પ્રજા એ.... તારી આજુબાજુ વસતા વામણા લોકોએ....કે તારી ૧૬૦૮ રાનીઓ એ....

  એક
  વાત
  કહુ
  કાના
  ......
  ......
  ???
  ?
  તારી
  ખૂબ
  યાદ
  આવે
  છે..
  એક
  વાર
  તો
  આવ
  હુ
  રાહ
  જોવ
  છું....

  Read More

  મોરપીછ નો માલિક