Grid View
List View
Reposts
  • dharmil215 39w

    આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં....

    Link in Bio,
    Do Like Share & Subscribe.

  • dharmil215 39w

    हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
    इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

    ~ दुष्यन्त कुमार

  • dharmil215 50w

    તું ભલે હથિયાર માફક વાપરે,
    આમ એને લાગણી કહેવાય છે...

    ~ ગુંજન ગાંધી

  • dharmil215 55w

    આમ તો ચારે તરફ અંધાર છે,
    તું મળે છે એટલે તહેવાર છે...

    ~ પ્રશાંત સોમાણી

  • dharmil215 58w

    કિસ્સો કેટલો સરસ મજાનો છે,
    બેઉ જણ સુખી થયાનો છે,
    પલ્લું તારી તરફ નમ્યાનો તને,
    મુજને આનંદ ઉચે ગયાનો છે...

    - મુકુલ ચોક્સી

  • dharmil215 62w

    आजकल कड़वी हवा सांसो में आ रही है,
    जब से सुना है तू शहेर छोड़ के जा रही है ।

    ~ अफजल मल्ला

  • dharmil215 62w

    Part : 2

    Read More

    રાજીનામું

    બા ની બીમારી ના લીધે નીતિનભાઈ ને વારેઘડીએ નોકરી એ થી નીકળવું પડતું. વારંવાર આવી ઘટનાઓ બનતા શેઠ અકળાયા અને નીતિનભાઈ ને પોતાની કેબિન માં બોલાવી કહ્યું, કે તારે વારેઘડીએ આ રીતે ઓફિસ છોડી જવાનું નથી, નીતિનભાઈ એ જવાબ માં પોતાની પરિસ્થિતિ અને બા ની બીમારી જણાવી પણ શેઠ એક ના બે ના થયા.

    નીતિનભાઈ એ શેઠ ની કેબિન ની બહાર આવી એકાદ મિનિટ કંઇક વિચાર્યું ...પછી કાગળ પર કશુંક લખીને ફરી પાછા શેઠ ની કેબિન માં ગયા અને શેઠ તરફ કાગળ લંબાવ્યો. કાગળ હાથમાં લેતા શેઠ બોલ્યા, શું છે આ ? નીતિનભાઈ એ પ્રત્યુત્તર માં કહ્યું, મારું રાજીનામું. શેઠ એ પૂછ્યું, કારણ ? નીતિનભાઈ એ ખૂબ જ સરસ જવાબ આપ્યો, " મને નોકરી તો બીજી મળી જશે પણ બીજી માં નહિ મળે..."

    આ સાંભળી શેઠ એ તરત જ રાજીનામાં નો કાગળ ફાડી નાખ્યો અને કહ્યું હવે થી તારે ઘરે જવા માટે મારી રજા લેવાની જરૂર નથી અને બા ની સારવાર માટે નાણાં ની જરૂર હોય તો પણ મને જણાવજે.
    ©dharmil215

  • dharmil215 62w

    Part : 1

    Read More

    રાજીનામું

    ગુજરાત ના એક નાનકડા પણ ઔદ્યોગિક રીતે અાગળ પડતા ગામ ની વાત છે. ૨૬ વર્ષીય નીતિનભાઈ એક સમૃદ્ધ પેઢી માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા. ૫ ભાઈઓ અને ૨ બહેનોમાં સૌથી નાના પણ ફરજ પાલન માં સૌથી પહેલા.

    નીતિનભાઈ ના માતા ને એક અસાધ્ય રોગ લાગુ પડેલો અને ડોક્ટરો એ તો ક્યારનાય હાથ ઊંચા કરી દીધેલા પણ પ્રભુની દયા થી એમના માતા એ બીજા ૧૦ વર્ષ કાઢેલા.

    આ રોગ ના કારણે એમના માતાને ક્યારેક ખેંચ ઉપડતી, અને આવું થાય ત્યારે એક ઇન્જેક્શન તાત્કાલિક આપવું પડતું , જો તાત્કાલિક ઇન્જેક્શન આપવામાં ન આવે તો જીવ નું જોખમ રહેતું.

    જ્યારે ખેંચ ઉપડે ત્યારે નીતિનભાઈ ની હાજરી આવશ્યક રહેતી કારણકે બા ને આપવાની જરૂરી દવાઓ નું જ્ઞાન માત્ર તેમને જ હતું. ઘણીવાર એવું પણ બનતું કે નીતિનભાઈ નોકરી પર હોય અને બા ને ખેંચ આવતી, ત્યારે નીતિનભાઈ નોકરી પર શેઠ ની રજા લઈ બા પાસે આવવા નીકળતા.
    ©dharmil215

  • dharmil215 67w

    जिसके हिस्से में रात आई हैं,
    यकीनन उसके हिस्से में चांद भी होगा ।

  • dharmil215 69w

    વૈરાગ્ય પણ લાલિત્યપૂણૅ હોવો જોઈએ.

    ~ વિનોબા ભાવે