ગુઝાર્યા લમ્હા શાયરીમાં તે આસ્વાદરૂપ હતાં
શબ્દો બધાં ગઝલનાં તારા જ પ્રસાદરૂપ હતાં
ગઝલ કહો કે રચના, સર્જન કહો કે કલ્પના,
એ બધાં તારા જ અવતરણના ભાગરૂપ હતાં
અનુભવ એ રોમાંચનો,કે જાણે પીડા પ્રસવની
લમ્હા એ બધા ઉત્કટ, તારા જ સાદરૂપ હતાં
'કલ્પ' ક્યાંક અહીં જ આપણી જોડતી કડી તું,
ત્યારે જ સંગીત હતું અને બધાં સાજરૂપ હતાં
©kalpesh_jani
#garvigujarat
1071 posts-
-
આટલી રચનાઓ છતાં કોઈ પ્રતિભાવ નહીં
આ કેવી મુક બધીરોની સભામાં બેઠો છું?
'સ્વીકૃતિ' ન આપ પણ 'અભાવ' તો ન રાખ
આ કેવી પુરી નિંદ્રાધીન વસ્તીમાં પેઠો છું?
જાણે હું જોઉં છું તને અને સાદ પણ પાડુ છું
છતાં હું તારાથી અલગ છું ક્યાંય છેટો છું.
'કલ્પ' ન સભા પણ એ તો છે માત્ર એક ભાસ
જયાં હું સતત જીવ્યો છું જ્યાં રહેતો છું
©kalpesh_jani -
kalpesh_jani 9w
તારું 'ઈજન' ચોક્કસ જ આ સ્ફૂરણાં છે
તે જ તત્ક્ષણ, અત્યારે, હાલ, હમણાં છે
ક્યારેક સાવ સ્પષ્ટ હોય મને તારું 'હોવું'
ક્યારેક મારુ 'હોવું' પણ એક ભ્રમણા છે
'વાસ્તવ' ને તો વ્યાખ્યાયિત કરે કોણ?
કે બધાંજ વહેલી સવારના શમણાં છે?
'કલ્પ' તો લાગશે ઝાંઝવામાં પણ વજૂદ
અથવા બધાં ટાઢા પહોરનાં બણગાં છે
©kalpesh_jani -
kalpesh_jani 9w
શબ્દોનાં માળખા વિના શું વિચાર શક્ય છે?
માત્ર "હોવા"નો જ સુંવાગ સ્વીકાર શક્ય છે?
તારી નજરથી ન રંગેલું કોઈ દ્રશ્ય શક્ય છે?
કોઈપણ બાબત, વિના પરિપ્રેક્ષ્ય શક્ય છે?
આરોહ અવરોહ વિના આલાપ શક્ય છે?
જે પામી લીધું હોય તેનો પ્રલાપ શક્ય છે?
જે પ્રતિક્રિયા ન હોય તેવો ઉદ્ગાર શક્ય છે?
જે લોપતો ન હોય તેવો શણગાર શક્ય છે?
'કલ્પ' ન તું ક્યારેય 'નિસંગ' નો કોઈ સાથી
પળભર તો વિચાર મારા યાર, શક્ય છે?
©kalpesh_jani -
હવે...
હદથી પણ વધારે આગળ વિસ્તરી જવું છે હવે
દરિયો છું તો પણ નદીને જઈ મળી જવું છે હવે
હમણાં વરસી જશે તું વાદળ બનીને મુજ પર
હું પણ તો તપ્યો છું ખૂબ કે પલળી જવું છે હવે
અમસ્તાંજ એમ થોડી હવા કહી દીધી હતી તને
પાલવ પકડીને તારો મારે પણ વહી જવું છે હવે
વાત તો એ પણ સાચી કે મારાં માં હું નથી હવે
આ આયખું આખું તારા માં રહી જવું છે હવે
બની ગયો "મુંતઝીર" ક્યારે રાહ જોતાં જોતાં
નહીં મળે જો તું તો અહીં જ મરી જવું છે હવે
©kermech21 -
એમાં શું?
તું આમ જો મને મળી પણ જાય તો એમાં શું?
દિવસ પછી રાત ઢળી પણ જાય તો એમાં શું?
જીંદગી વિતી ગઈ છે અહીં મૃગજળની શોધમાં,
બીજું એક રણ છળી પણ જાય તો એમાં શું?
આખરી નિશાની સમો તેના પત્ર હતો હાથમાં,
મારી જ આગમાં તે બળી પણ જાય તો એમાં શું?
હું અંધારું ઓઢીને બેઠો છું તને શું ખબર મિત્ર,
આ રાત મને હવે ગળી પણ જાય તો એમાં શું?
ચાલાકીની તો તેને પહેલેથી જ આવડત હતી,
થોડી મક્કારી જો ભળી પણ જાય તો એમાં શું?
મુકદ્દર "મુંતઝીર"નું રાહ જોવા સિવાય બીજું શું?
મંઝિલે આવી રસ્તા વળી પણ જાય તો એમાં શું?
©kermech21 -
જન્માષ્ટમી
શોભે છે શાનથી મોરમુકુટ મુરલીધારી
નાનકડો જુવ હું; તું મારી દુનીયાનો પ્રભારી(in charge)
©letmeink -
kalpesh_jani 30w
અંહિતો, બધું ચક્કરમાં ફરે છે,
સતત એ કોઈ ટક્કરમાં ફરે છે.
ક્યારેક ભાસે સાવ પોલું, તો
ક્યારેક લાગે કે નક્કરમાં ફરે છે.
"હોવું" તો મારું સાવ લચીલું,
"હું" કેમ જાણે અક્કડમાં ફરે છે.
રેતની જેમ સરકતી દરેક ક્ષણ,
જિંદગી છતાં કઈ પકડમાં સરે છે?
©kalpesh_jani -
♥️
તારા સુખ ના દુકાળમાં મારા પ્રીત ની ભીનાશ મૂકીને જો
કોરું નઈ થવું પડે લાગણીઓથી; એક વાર નફરત મુકીને તો જો!
©letmeink -
નસીબ!!
નસીબ કે પરિસ્થિતિ પર બધું નથી છોડાતું
ખબર છે ને દાઝેલા પર ઠંડુ પાણી નથી રેડાતું!
©letmeink -
cyborg009 31w
How it feels when someone leave you alone without any reason, and you trapped with their memories!
#garvigujarat #writernetwork #comebackpost #bestever #broken #we #us #alone #me #war #memory #trapped #gujarati #selftalk #thought
@writernetwork @miraakiલડાઈ!
વિચારો ના વાતાવરણમાં, યાદો ની ભૂતાવળ પર લડાતી,
'હું' અને 'આપણે' વચ્ચે ની આ લડાઈ..!
'હું' આમ તો કલ્પના કેરી કાયા ને ઈચ્છાશકિત રૂપી શસ્ત્ર થી અડીખમ છે,પણ હજુય પોતાનુ અસ્તિત્વ મટી જવાના જોખમ થી ડરે છે.
ને 'આપણે' તો પેલે થી અધૂરી રહેલી આકાન્શા,તુટેલા સપનાઓ,લાગણીઓ ના ડંખ થી પસ્ત છે,પણ અમી જેવા સંભારણા થી અજય છે..!
©cyborg009 -
તું!
વ્યક્ત ન કરી શકાય એવો અહેસાસ છે તું
નિર્જીવ પત્થર છું હું અને મારો શ્વાસ છે તું
ભલે એકલો લાગું છું હું દુનિયાની ભીડમાં
એકાંતમાં પણ સદા મારી આસપાસ છે તું
અજાણ્યા રસ્તા ઉપર નીકળી તો પડ્યો છું
મંઝીલ ભલે નથી પરંતુ સફર ખાસ છે તું
જળ બને તો નદી છે ને ફૂલ બને તો ગુલાબ
ચોતરફ વહેતી હવા છે એક સુવાસ છે તું
ઇંતજારના અંતે મિલનની ક્ષણ પણ હશે
લોકોને શું ખબર મુંતઝીરનો વિશ્વાસ છે તું
©kermech21 -
kalpesh_jani 32w
અરાજક ઈચ્છાઓમાં આશા સાથે જીવું છું,
હંમેશ મારા જ વિરોધી પાસાં સાથે જીવું છું.
ઈચ્છા વમળ બનીને તું વ્યાપ્ત દરેક અંશમાં,
હું તારી જ અદ્રશ્ય પરિભાષા સાથે જીવું છું.
દરેક સ્તરે, દરેકને તે બાંધ્યું છે કોઈ દ્વંદ્વ માં,
હું ઊંડે જાગૃત કોઈ મીમાંસા સાથે જીવું છું.
"હું" બનીને કેમ હું "હું પણાં" ની પાર જાવ,
પરમ સાયુજ્યની અભિલાષા સાથે જીવું છું.
©kalpesh_jani -
✍️
કેમ રે કરું સહનશીલતાની માવજત?
એક કામ કર; છોડી દે દિલાસા લેવાની આદત!
©letmeink -
વચન?
પરિસ્થિતિઓ ના બહાના હેઠળ
બસ સમજાવી દેવાય છે!!
પૂછ્યું મે;
શું ચડેલું પગથિયું ઊંધું ઉતરાય છે?
©letmeink -
kalpesh_jani 38w
ભીષ્મ..
તારા અને મારામાં
એક
ભીષ્મ રહેલો છે
જે આપી બેઠો છે
વચન કોઈ અકળ મોહને
અને ભોગવી રહ્યો છે કોઈ ગર્વાન્વિત પીડા
કોણ જાણે કેટલાંય જન્મોથી
જે બધું જુએ છે છતાં પણ જોઇ શકતો નથી
પોતાનાં બંધનનું કારણ
જેને ઇચ્છામૃત્યુનું વરદાન છે
પણ તે મોક્ષની ઈચ્છા કરી શકતો નથી
અને જન્મોજન્મથી મરે છે મોક્ષ પામ્યાં વિના
કે પછી કોઈ કૃષ્ણ રૂપી ચિનગારીની રાહ
જુએ છે જે દર્શાવી શકે કે વચન એ
એક નિર્વિકલ્પ વિલિનતા છે
બંધનની અડગતા નહિ.
©kalpesh_jani -
kalpesh_jani 40w
ઊંઘ આવું આવું કરીને વહી ગઈ
ફરી અજંપાની આ રાત રહી ગઈ
ફરી વિચારના ચગડોળે મનનો ફાળકો
અગણિત આભાસોનો જાણે વારસો
ફરી એ આશ્ચર્ય કે શું છે આ હસ્તી
જવાબમાં ફરી પ્રતિબિંબોની વસ્તી
ફરી મારી સામે કોઈ અજ્ઞાત દરિયો
વિચારું છું તેમાં હું ડુબીયો કે તરિયો
©kalpesh_jani -
kalpesh_jani 41w
કાંઈ ખબર નથી
ભૂતકાળ કે ભવિષ્યકાળની
કાંઈ ખબર નથી
વર્તુળમાં ફરું છું જયાં કાળની
કાંઈ ખબર નથી
સતત વળતા રસ્તા પર
કેટલાંય મંઝર બદલાયાં
કેટલાંય મુકામ ચૂકાયા
ઘડી, દિવસ કે બદલતા
સાલની કાંઈ ખબર નથી
આપણે મળ્યાં છતાં ન મળ્યાં
ધ્યેયો સર્યા છતાં ન સર્યા
મળ્યાં જવાબો છતાં અનુત્તર
આ સવાલની કાંઈ ખબર નથી
©kalpesh_jani -
kalpesh_jani 41w
જે માટે વખાણ્યો તે માટે જ વખોડયો
પારદર્શકતાની લ્હાયમાંજ મને ડહોળ્યો
હવે છે બે પરસ્પર વિરોધી અનુભૂતિઓ
સાફ કરવાની ઇચ્છા કરી અને રગડોળ્યો
જીવ્યો છું હું ખંડ ખંડ બિંબોની જ ભાંતિ
તે જ મને બાકાત રાખ્યો તે જ સંડોવ્યો.
©kalpesh_jani -
kalpesh_jani 42w
મૌનમાં કોઈ માંગણી, અને શોરમાં ઈબાદત હતી,
મળ્યાં બાદ તું હવે પૂછે છે કે કોની ઈજાજત હતી.
જે એક પળે લાગી હતી મને તારી કોઈ સંજીદગી
બીજી જ પળે લાગ્યું કે એ તો તારી શરારત હતી
આપણી કહાની ની બસ એ જ તો મુસીબત હતી
હકીકતમાં એ સપનું હતું કે સપનામાં હકીકત હતી?
©kalpesh_jani