#muntazir

176 posts
 • kermech21 3w

  હવે...

  હદથી પણ વધારે આગળ વિસ્તરી જવું છે હવે
  દરિયો છું તો પણ નદીને જઈ મળી જવું છે હવે

  હમણાં વરસી જશે તું વાદળ બનીને મુજ પર
  હું પણ તો તપ્યો છું ખૂબ કે પલળી જવું છે હવે

  અમસ્તાંજ એમ થોડી હવા કહી દીધી હતી તને
  પાલવ પકડીને તારો મારે પણ વહી જવું છે હવે

  વાત તો એ પણ સાચી કે મારાં માં હું નથી હવે
  આ આયખું આખું તારા માં રહી જવું છે હવે

  બની ગયો "મુંતઝીર" ક્યારે રાહ જોતાં જોતાં
  નહીં મળે જો તું તો અહીં જ મરી જવું છે હવે

  ©kermech21

 • kermech21 4w

  #870 #muntazir
  29.08.2020 21.55

  ब-जाहिर = disclose to all
  कू- ए -यार = street of beloved
  बाद- ए -सब़ा = morning breeze
  मुख़्तलिफ़ = different
  मुंतज़िर = the one who waits (pet name)

  Read More

  बात

  बात उस बात की है जो मैंने कभी कही ही नहीं
  बात उस बात की है जो तूने कभी सुनी ही नहीं

  बात तो बात थी ब-जाहिर तो होनी ही थी मगर
  अफसोस कि बयां होते होते हमारी रही ही नहीं

  कू- ए -यार से चली फिर शहर शहर गली गली
  बाद- ए -सब़ा बन उडी यहाँ वहाँ रुकी ही नहीं

  मुख़्तलिफ़ थी शायद पर बेमतलब तो नहीं थी
  फिर भी जमाने ने कभी मिरी बात सुनी ही नहीं

  कहीं वो भी न बैठ जाए साथ "मुंतज़िर" के यहीं
  यही सोच हमनें कभी अपनी बात कही ही नहीं

  ©kermech21

 • kermech21 5w

  એમાં શું?

  તું આમ જો મને મળી પણ જાય તો એમાં શું?
  દિવસ પછી રાત ઢળી પણ જાય તો એમાં શું?

  જીંદગી વિતી ગઈ છે અહીં મૃગજળની શોધમાં,
  બીજું એક રણ છળી પણ જાય તો એમાં શું?

  આખરી નિશાની સમો તેના પત્ર હતો હાથમાં,
  મારી જ આગમાં તે બળી પણ જાય તો એમાં શું?

  હું અંધારું ઓઢીને બેઠો છું તને શું ખબર મિત્ર,
  આ રાત મને હવે ગળી પણ જાય તો એમાં શું?

  ચાલાકીની તો તેને પહેલેથી જ આવડત હતી,
  થોડી મક્કારી જો ભળી પણ જાય તો એમાં શું?

  મુકદ્દર "મુંતઝીર"નું રાહ જોવા સિવાય બીજું શું?
  મંઝિલે આવી રસ્તા વળી પણ જાય તો એમાં શું?

  ©kermech21

 • kermech21 9w

  તું!

  વ્યક્ત ન કરી શકાય એવો અહેસાસ છે તું
  નિર્જીવ પત્થર છું હું અને મારો શ્વાસ છે તું

  ભલે એકલો લાગું છું હું દુનિયાની ભીડમાં
  એકાંતમાં પણ સદા મારી આસપાસ છે તું

  અજાણ્યા રસ્તા ઉપર નીકળી તો પડ્યો છું
  મંઝીલ ભલે નથી પરંતુ સફર ખાસ છે તું

  જળ બને તો નદી છે ને ફૂલ બને તો ગુલાબ
  ચોતરફ વહેતી હવા છે એક સુવાસ છે તું

  ઇંતજારના અંતે મિલનની ક્ષણ પણ હશે
  લોકોને શું ખબર મુંતઝીરનો વિશ્વાસ છે તું

  ©kermech21

 • anjum_rizvi 14w

  Mulaqat

  Jis trah zameen muntazir hoti h baarish k bundon ki
  Usi trah ye dil muntazir h tujhse mulaqat ki
  Allah se ye faryaad h meri
  Anqareeb tujhse mulaqat hogi

  ©anjum_rizvi

 • _sabr_ 18w

  #Muntazir

  Koi toh Muntazir Hai Hamare Liye Kahin...
  Shaam Dhal Gayi, Raat Ho Gayi...
  Ab Bhi Ghar Lautne Ka Jee Nahi Chahta...
  ©_sabr_

 • incommunicado 22w

  .

 • kermech21 40w

  #867 #anthology #muntazir

  Hey all...

  I am glad to inform about my first solo anthology in Gujarati language.

  Do order on Amazon for your copy

  https://www.amazon.in/dp/9389557712

  Thank you all for all your support ...

  - Kamlesh Khuman

  Read More

  .

  .

 • kermech21 51w

  #865 #garvigujarat #muntazir ��
  04.10.2019 22:30

  Read More

  ગઝલ

  પૂછી લઉં એવું ઘણી વાર થાય
  ચૂમી લઉં એવું ઘણી વાર થાય

  પી લઈને મદિરા તારી આંખોની
  ઝૂમી લઉં એવું ઘણી વાર થાય

  ધરા બનાવી તને ક્ષિતિજ પાસે
  ઝૂકી લઉં એવું ઘણી વાર થાય

  મળી જશે તું કદાચ આ પગદંડી
  ઘૂમી લઉં એવું ઘણી વાર થાય

  તું આવે સપનામાં તો રાત ઉધાર
  રૂડી લઉં એવું ઘણી વાર થાય

  વ્યાજ ભર્યું મુંતઝીરે તે મિલનની
  મૂડી લઉં એવું ઘણી વાર થાય

  ©kermech21

 • kermech21 52w

  એમ પણ બની શકે

  વાતમાં કંઈ ન હોય એમ પણ બની શકે
  ઈશ્વર અહીં ન હોય એમ પણ બની શકે

  હું આખી જીંદગી જ્યાં શોધ્યા કર્યો તને
  તું જ તહીં ન હોય એમ પણ બની શકે

  સૂણ્યુ છે કે એ નદી સાવ સૂકાઈ ગઈ છે
  લાગણી રહી ન હોય એમ પણ બની શકે

  ફક્ત અવશેષો બચ્યાં છે હવે શ્વાસોનાં
  હવા જ રહી ન હોય એમ પણ બની શકે

  તે હવે નહીં જ આવે એ વાત મુંતઝીરને
  કોઈએ કહી ન હોય એમ પણ બની શકે

  ©kermech21

 • _tee_k_thoughts 54w  Samajhty ho ap naraz jisy,
  Mumkin hai wo muntazir ho !!
  ©_tee_k_thoughts
  13-09-19
  10:11p.m.

 • kermech21 55w

  ગઝલ

  સંભાવનાઓની આંટીઘૂંટી છોડીને તો જો
  એકવાર આ દિલથી દિલ જોડીને તો જો

  ખુલ્લી આંખે તો ન મળ્યો ભગવાન તને
  કદાચ મળી જાય, આંખો ફોડીને તો જો

  ફરી શ્વાસમાં આવી જઈશ કે હવા છું હું
  કેદ ન કર મને એકવાર છોડીને તો જો

  મળી જશે રસ્તાઓ અને મંઝિલ પણ
  પગમાં બાંધેલી સાંકળને તોડીને તો જો

  હું અહીં જ ઊભો છું "મુંતઝીર" બનીને
  મારા સુધીનાં પગલાંઓ જોડીને તો જો

  ©kermech21

 • kermech21 62w

  નથી...

  એવું પણ નથી કે તને ખબર નથી!
  કે પછી મારી લાગણીમાં અસર નથી!

  મળશે નહીં મને એ વાત માની લઉં?
  અફવાઓની અહીં કોઈ કસર નથી!

  જે પીસાય રહ્યું છે ભીતર ભીતર,
  તે જોઈ શકે એવી કોઈ નજર નથી!

  હું શબ્દનો હાથ ઝાલી લઉં તો પણ,
  શબ્દોની જાણે કે કોઈ કદર નથી!

  મુંતઝીર ઊભો છે ખુદની લાશ લઈને,
  ને સ્મશાનમાં ખાલી કોઈ કબર નથી!

  ©kermech21

 • noorum 62w

  Muntazir

  Ek baar bhi nhi rooka uss na
  Shaid
  Mera chalai jana hi behter tha
  Mai aaj bhi muntazir hn
  Uss ki awaz ki
  Uss ki pukar ki
  Uss kai msg ki
  Mai aaj bhi muntazir hn
  Uss kai dil ki awaz ki
  Uss ki peron ki ahat ki
  ©noorum

 • kermech21 63w

  #851 #muntazir
  16.07.2019 23:40

  Read More

  क्यूं?

  ऐसा कुछ भी नहीं और ऐसा हो भी क्यूं
  बात कुछ भी नहीं बात कोई हो भी क्यूं

  मैं सिर्फ़ एक रास्ता ही हूं मंज़िल तक का
  बाद मंज़िल के तुम मिरा साथ दो भी क्यूं

  एहसास सारे छलनी पड़े हैं किससे कहूं
  इनके क़त्ल का इल्ज़ाम तुम लो भी क्यूं

  मैंने दिल के अंगारें इसलिए छूपा लिए है
  ये आग मिरे साथ जलाएं तुमको भी क्यूं

  मुंतज़िर मैं हूं तो कसूरवार भी मैं ही हुआ
  खामख़ां ही करें बदनाम उसको भी क्यूं

  ©kermech21

 • muntazireishq 64w

  Tum ho?

  Tum bhi, Main bhi, Ishq bhi,

  Sab khamosh ho gaye dheere dheere.
  ©muntazireishq

 • kermech21 65w

  #845 #garvigujarat #muntazir ��
  30.06.2019 13:05

  Hindi translation is lame...not rhyming....but I couldn't do better than this....sorry...

  Kaise samjaau tumhe?

  Nirdosh ek ehsaas hai kaise samjaau tumhe
  Dil me tu khaas hai kaise samjaau tumhe

  Chhune se hi sirf nhi hota pyaar ka izhaar
  Tarike aur bhi hote hai kaise samjaau tumhe

  Paa lena yeh shaayad pyaar ho skta hai pr
  Mai sirf mehsus krna chahta hu kaise samjaau tumhe

  Hansi, gussa, aashcharya ya fir tere nakhre saare
  Sab kutch mujhe psnd hai, kaise samjaau tumhe

  Muntazir dhundh rha hai raaste me yaha waha tumhe
  Bhatak rahaa har disha me, kaise samjaau tumhe

  Read More

  કેમ સમજાવું?

  નિર્દોષ લાગણી છે એક કેમ કરી સમજાવું તને
  દિલમાં તું ઉતરી છે છેક કેમ કરી સમજાવું તને

  સ્પર્શથી જ કં‌ઈ અભિવ્યક્ત નથી પ્રેમ બધે
  રીતો બીજી છે અનેક કેમ કરી સમજાવું તને

  પામી લેવું એ વ્યાખ્યા હોઈ શકે પ્રેમની પણ
  તને માણી લેવાની છે ટેક કેમ કરી સમજાવું તને

  સ્મિત, ગુસ્સો, વિસ્મય કે પછી નટખટ નખરાં
  ગમે છે તારી અદા દરેક કેમ કરી સમજાવું તને

  મુંતઝીર શોધી રહ્યો તને રસ્તામાં બધે આમતેમ
  ભટક્યો દિશાઓ પ્રત્યેક કેમ કરી સમજાવું તને

  ©kermech21

 • kermech21 66w

  #843 #garvigujarat #muntazir ��
  26.06.2019 06:00

  Kabhie kabhie aisa hota hai
  Mat puchh ke kaisa hota hai

  Mai khud ko dhundhu aaine me
  Aur andar tere jaisa hota hai

  Bahut kaabu me rakhta hu dil ko
  Par tere aage jaisa taisa hota hai

  Tere dil me rehne ki sajaa mil ske jisme
  Kya koi gunaah aisa hota hai

  Usse pahle aakr ke mil ja ab ke
  mera haal bhi muntazir jaisa hota hai

  Read More

  થાય...

  ક્યારેક ક્યારેક તો એવું થાય
  ન પૂછ મને કે કેવું કેવું થાય

  મને શોધું હું અરીસામાં અને
  અંદર કંઈક તારા જેવું થાય

  મક્કમ મનોબળ રાખું તોય
  તારી આગળ જેવું તેવું થાય

  હો કોઈ ગુનો કે જેની સજા
  તારા દિલ મહીં રે'વુ થાય

  એ પહેલાં આવીને મળી જા
  વળી જો મુંતઝીર જેવું થાય

  ©kermech21

 • kermech21 66w

  #841 #garvigujarat #muntazir ��
  23.06.2019 06:55

  Read More

  એમ મળ મને તું

  વેલ જેમ થડને મળે એમ મળ મને તું
  છૂટી ના શકે કોઈ પળે એમ મળ મને તું

  અતૂટ સાથ હોય જનમોજનમ નો એમ
  જેમ કોઈ નું વ્રત ફળે એમ મળ મને તું

  આ ધરાને પોતાની આગોશમાં ભરવાને
  રોજ જેમ સાંજ ઢળે એમ મળ મને તું

  પામી જવાની ચાહ લ‌ઈને જેમ પતંગુ
  શમા ની સાથે બળે એમ મળ મને તું

  "મુંતઝીર" જ્યાં રાહ જોઈને ઊભો રહે
  રસ્તાં બધાં ત્યાં વળે એમ મળ મને તું

  ©kermech21

 • kermech21 66w

  #840 #garvigujarat #muntazir ��
  20.06.2019 22:35

  જો કોઈ અકારણ જ હોંઠો ને સ્મિત આપી જાય તો વિચારવું...

  Read More

  વિચારજો...

  પ્રેમ જો થવા કરતાં કરવો પડે તો વિચારજો
  સંબંધ જો અવરોધ બની નડે તો વિચારજો

  વાતો તો ચાંદ તારા તોડી લાવવાની થશે પણ
  કોઈ સ્મિત બની ને આવી ચડે તો વિચારજો

  શમણાંઓ માં શમણું એક અને તે પણ એનું
  હકીકત બની ને જો રસ્તે જડે તો વિચારજો

  કહે છે કે એકલાં જ ઝઝૂમવું પડે છે જગમાં
  પણ કોઈ તમારી તરફથી લડે તો વિચારજો

  ફકત કહેવા ખાતર કહી દેવા વાળા ઘણાં છે
  પણ જો સાચો મુંતઝીર મળે તો વિચારજો

  ©kermech21