કોઈ જોઈએ છે..
અંતરની ઇચ્છાની પૂર્તિ કરવા મને પણ કોઈ જોઈએ છે,
આંતર અગ્નિ ને ઠારવા મને પણ કોઈ જોઈએ છે...
જાગતા અને સુપ્ત સ્વપ્ન પૂર્ણ કરવા મને પણ કોઈ જોઈએ છે
હૃદયમાં રહેલાં ભાવ ઉજાગર કરવા મને પણ કોઈ જોઈએ છે
હર્ષની ખુશી વહેચવામાં મને પણ કોઈ જોઈએ છે,
દુઃખ ના અશ્રુ ઝીલવા મને પણ કોઈ જોઈએ છે...
બોલેલા બોલ ઝીલવા માટે મને પણ કોઈ જોઈએ છે,
હૃદયમાં રહેલા ઉદ્ગાર સાંભળવા મને પણ કોઈ જોઈએ છે.
વિચારોને સર્જન કરવા મને પણ કોઈ જોઈએ છે,
શૂન્ય માથી સર્જન કરવા મને પણ કોઈ જોઈએ છે...
કવિ સમ લાગણી વ્યક્ત કરનાર મને પણ કોઈ જોઈએ છે,
મારી લખેલી કવિતા સમજનાર મને પણ કોઈ જોઈએ છે..
કૃષ્ણની જેમ પ્રીતિ કરનાર મને પણ કોઈ જોઈએ છે,
કહે છે 'ફોરમ' ફૂલની મને પણ 'મારું' કોઈ જોઈએ છે....
©foramtank_
foramtank_
जयतु संस्कृतम्
-
foramtank_ 4w
-
foramtank_ 10w
Special વ્યક્તિ સાથે વાત ભલે થોડી વાર જ થતી હોય.... પણ જેટલી થતી હોય એ આપણું Mood બનાવી દેતી હોય છે...
©foramtank_ -
foramtank_ 10w
તું માને તો એક વાત કહેવા માંગું છું તને,
તું ધારે છે તેના કરતાં વધારે ચાહું છું તને....
©foramtank_ -
foramtank_ 10w
લાગણીઓને વહેચવા માટે પણ કોઈ ખાસ જોઇએ...
જેમ સૂર્યમુખીને ખિલવા માટે સૂર્ય પ્રકાશ જોઇએ...
©foramtank_ -
foramtank_ 12w
Yesterday is today's memory and tomorrow is today's dream..
©foramtank_ -
foramtank_ 13w
જ્યારે કોઈ નજીકની વ્યક્તિની રાહ જોવાની સીમા પૂર્ણ થાય છે ત્યારે આંખમાંથી અશ્રુધારાની શરૂઆત થાય છે..
©foramtank_ -
foramtank_ 15w
A 'true friend' is someone who reaches for your hand and touches your heart
©foramtank_ -
foramtank_ 16w
અરે સાહેબ એક ભાઈ જ તો હોય છે , જે બહેનની આંખો પરથી તેના સુખ અને દુઃખ નો અંદાજ લગાવી શકે છે...
©foramtank_ -
foramtank_ 16w
ચાલતા રહે છે અવિરત સમંદરના મોજા જેમ,
ચાહું છું વહેતો રહે આ આપણો નિ: સ્વાર્થ પ્રેમ...
©foramtank_ -
foramtank_ 17w
મને બરાબર યાદ છે, કોઈએ કહ્યું હતું કે દી તું નિરાશ થઇશ તો ચાલશે પણ બદલાતી નહિ, પરંતુ ધન્ય છે આ કાળા માથાના માનવીને...પોતે જ કહેલાં વચનો ભૂલી અને બીજાને વચન નિભાવવા માટે કટિબદ્ધ બનાવે છે...
©foramtank_
