kalpesh_jani

I don't know it is an effort to get expressed or get to know myself... Writings are mine if not stated otherwise, all background pictures are not mine

Grid View
List View
Reposts
  • kalpesh_jani 1w

    I always expect because
    "I" is a bottomless pit.
    ©kalpesh_jani

  • kalpesh_jani 1w

    does the following seem the graveyard of words? #pod

    Read More

    graveyard of words

    when I look at me from the distance,
    I get astonished by the person I see,
    by his routine molded responses,
    by his stereotyped actions,
    by his age old basic survival instincts
    which are reflected underneath every little thing he does although most polished or sophisticated it may be,
    that person is really a persona, like a jacket I wear around real me,
    suddenly it detaches the real me from that persona
    and I feel the "real me"
    like a fragrance spread all over,
    like a sensation of space,
    like a flash of light.
    Immediately,
    I start efforts to capture that "real me" by putting it in words to make poetry out if it,
    and by the time it is done
    I find that "real me" has been suffocated inside,
    and I am left only with
    the graveyard of words.
    ©kalpesh_jani

  • kalpesh_jani 2w

    દેખીતું છે પણ દેખાતું નથી,
    જાણીતું છે પણ જણાતું નથી,
    આપણી વચ્ચે ઘેરી ધુમ્મસનો નાતો,
    ભાસે તો છે પણ કળાતું નથી.

    રોશનીની રાહ છે કે તને પામી લઉં,
    રોશનીનો જ ડર છે કે તને ન ખોઈ દઉં.
    ©kalpesh_jani

  • kalpesh_jani 7w

    life is a bundle of episodes in which we indulge forgetful of their transitions and repetitions.
    ©kalpesh_jani

  • kalpesh_jani 9w

    કૃષ્ણવિવર :- black hole: popular phenomenon in physics (space science). out of space-time. where time stops flowing.

    @gujrati_network, #kalpesh_jani_gujrati, #garvigujarat

    Read More

    ભ્રમ અને બ્રહ્મ

    હું મારા પોતાની ફરતે ફરુ છું
    અંતરમાં એક શૂન્ય ધરુ છું
    પરિઘ પરથી ન બાંધ અંદાજ મારો
    અંદર જતાં કૃષ્ણ વિવર બનુ છું
    સપાટીથી લાગે કે કેન્દ્ર છે બિંદુ
    કિંતુ કેન્દ્રમાં પૂરો સિંધુ ધરુ છું
    જગ માત્ર છે સપાટીની અટકળ
    તેથી સમસ્ત ને શૂન્ય એક જ ગણું છું
    ન પૂછ ચોક્કસ રહેઠાણ મારું
    ભ્રમ અને બ્રહ્મ વચ્ચે હરફર કરુ છું.
    ©kalpesh_jani

  • kalpesh_jani 10w

    હું તને કહું અને તું સાંભળે,
    એવું બીજ જાણે ક્યારે પાંગરે?
    ઘટનો નાદ તો મંહિ ગુંજતો,
    કિંતુ અહિંતો બધા બેઠા કાંગરે..

    મારો શોર છે એનો સુર છે,
    બન્નેની વચ્ચે અંતર પ્રચુર છે,
    સાચવું નહિ હું મને ખોઈ દઉં,
    તો કદાચ પ્રગટું તારા આંગણે....
    ©kalpesh_jani

  • kalpesh_jani 11w

    The best part of the day-night cycle for me....

    @gujrati_network, #kalpesh_jani_gujarati, #garvigujarat

    Read More

    સાંજ

    સાંજ, રાત-દિવસનો વિસામો,
    સાંજ, સ્વ નો કોઈ પત્ર નનામો,

    સાંજ, મારા હોવાની મોકળાશ,
    સાંજ, તારો જ સ્પર્શ ચોપાસ,

    સાંજ, મારા જ અંતરના પડઘા,
    સાંજ, બધાં જ મોહરા અળગા,

    સાંજ, છે-નથીની આરપાર,
    સાંજ, પહેલાં-પછીની પેલે પાર,

    સાંજ, જાણે કોઈ અંતિમ સાર,
    સાંજ, જાણે અસ્તિત્વનું દ્વાર
    ©kalpesh_jani

  • kalpesh_jani 13w

    ધુમકેતુ

    ક્યારેક મારા "હું" પર હું હાવી
    ક્યારેક "હું" મારા પર હાવી
    સતત ચાલતી ખેંચતાણ માં
    ક્યારે કોની કારી ફાવી?

    એક ઊંચકે એક પટકે
    બન્નૈ વારાફરતી ઝટકે
    બધું ફરી ફરી ચક્કરમાં
    ત્યાંનું ત્યાંજ આવી અટકે

    લાગે કે અંતર છે ઢુંકડું
    છતાં નથી કોઈ સેતુ
    તું બની રહે છે સૂરજ
    હું બની રહું ધુમકેતુ...
    ©kalpesh_jani

  • kalpesh_jani 13w

    હું અને તું

    તું કહે છે કે હું તને નથી સમજી શકયો
    હું કહું છું કે હું મનેય નથી સમજી શક્યો

    બહાર થી આપણે છીએ માત્ર
    તર્કો, અનુમાનો અને અટકળો

    પણ જો તું તારા માંથી બહાર નિકળે
    અને હું મારા માંથી બહાર નીકળું

    અને પછી જે બચે છે
    તે કોઈ એક સમગ્રની જોડાયેલ કડીઓ છે
    ©kalpesh_jani

  • kalpesh_jani 13w

    તું અને હું

    કહેવું તો છે પણ જો તું કળી શકે
    સાચોસાચ ક્યારેક જો તું મળી શકે

    ઠાલા શબ્દોનાં રસ્તાઓ અટપટા
    મૌન તણો જો કોઈ મારગ જડી શકે

    અદ્રશ્ય છે તું અને અદ્રશ્ય હું
    રૂપો તો છે બધા બસ ઝાંઝવાઓ

    સાચો ચહેરોતો ન તું જાણે ન હું
    મહોરાઓ જો ન વધુ છળી શકે

    સમયનાં ચકડોળમાં છીએ સામેસામે
    જે ન થોભી શકે કે પાછો વળી શકે
    ©kalpesh_jani