• vatsalmehta 5w

    Word Prompt:

    Write a 8 word micro-tale on Regret

    Read More

    તારી સ્માઈલ એટલે ઘૂઘવતો જ્વાળામુખી,

    અને હું તેમાંથી નીકળતો ધુમાડો..

    તારી સ્માઈલ એટલે અફાટ રણ માં ઉગેલું ગુલાબ નું ફૂલ,

    અને હું તે ફૂલ પર ફરતો ભમરો..

    તારી સ્માઈલ એટલે એક હસીન સ્વપ્ન,

    અને હું તે સ્વપ્નને જીવવાની મનોકામના કરનાર..

    તારી સ્માઈલ એટલે સમુદ્રનું નદી થઈ મિલન,

    અને હું તે બંને ના મિલન થઈ બનતો પરપોટો..

    તારી સ્માઈલ એટલે કૃષ્ણ ની મોરલી,

    અને હું તેમાંથી નીકળતો મધુર સુર..

    તારી સ્માઈલ જોઈ જ્યાં આખી દુનિયા ચાલવા લાગે છે ,

    અને હું તે સ્માઈલ જોઈ ને થંભી જનાર વ્યક્તિ..