• sagar536 31w

  સજાવટ

  આ તળાવ ની પાસ જો ને કેવી સજાવટ
  એમ થાય કે કુદરતની તે કેવી બનાવટ

  મારા સ્વભાવને હું જ માત્ર જાણું છું
  પણ તે બોલવામાં કેમ કરે છે અદાવત

  જેમ આનંદ શોધતા હોય ને કોઈ મળે
  તો પછી શું કહેવાની ને શું બનાવટ

  શાંત સ્વભાવથી ઇછું કે કોઈ સમજે
  તો પછી શાને આટલી થતી મનાવત

  હાશકારો દોસ્તીનો અનુભવવો તો
  એકલતા છે કે પછી મનની કોઈ કપાવટ

  હજીય વાટ જોવ છું એ મુસાફિરની
  કે જેને હોય સજ્જનતા ની સજાવટ

  આ તળાવ ની પાસ જો ને કેવી સજાવટ
  એમ થાય કે કુદરતની તે કેવી બનાવટ
  - સાગર પંડ્યા