• sachinjethva 31w

  સ્પર્શ

      હંમેશા રડે છે તારી આંખો કોઈ માટે

     એક વાર એ આંસુની કિંમત ધારી તો જો

     હંમેશા ખુશીને તરછોડે છે કોઈ માટે

     એક વાર એ ખુશી અનુભવી તો જો

     હંમેશા સપના જોડે છે બીજા સાથે

     એક વાર એ સપનાને ખુદ માટે જોઈ તો જો 

      હંમેશા ઝંખે છે પળભરની ઝલક  કોઈ ની

      એક વાર ખુદ ની ઝલક અરીસામાં જોઈ તો જો