• jinalp 24w

    ટેરવા ને તું સતત જોયા ન કર..
    સ્પર્શ એના તું આમ ચુમ્યા ન કર..

    ડાયરી નું તું ફક્ત પાનું હતું..
    ફુલ ને તું આમ લઈ સુધ્યા ન કર..

    આયના નું નગ્ન કેવું સત્ય છે..
    ભીતરે ક્યાં ઝાંખે તે ભૂલ્યા ન કર..

    ગામ,પાદર,ફળિયે, ચર્ચા થાય છે.
    વેદના ને તું આમ ભેટ્યા જ ન કર..

    માત્ર તું ઘટના હતી બસ સમજી જા
    એની પાછળ તું હવે જાગ્યા ન કર..!!
    ©jinalp