• thewritersword 10w

    જ્યારે કોઈ છોકરો કોઈ કારણોસર છોકરીને પ્રેમમાં કરેલા કસમો અને વાયદાઓ તોડી લગ્ન નથી કરતો તો આખો સમાજ એને દગાખોર અને બળાત્કારી કહે છે અને એના પર બળાત્કારના કેસ પણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ છોકરી કોઈ છોકરાને આપેલા બધા જ વાયદો અને કસમો તોડી ને જતી રહી છે અને જો છોકરો પોતાના હકની વાત કરે તો એ જ સમાજ છોકરા ને કહે છે કે તેને પ્રેમ નથી કરતો, તે તો સ્વાર્થી છે. પ્રેમમાં શુ માત્ર છોકરીઓ ને હક માંગવાનો અધિકાર હોય છે, શુ છોકરાને કોઈ હક નથી હોતો? લગ્ન પછી તો બધા જ પ્રેમ કરે છે અને નિભાવે છે પરંતુ લગ્ન પહેલા જે પ્રેમની કરે અને નિભાવે અને પ્રેમને લગ્નમાં ફેરવવાની કોશિશ કરે છે એને જ સાચો પ્રેમ કહેવાય છે કારણ કે પ્રેમમા લાગણી ભલે ઓછી હોય પરંતુ જો સમ્માન ઓછુ હોય તો એ પ્રેમનો કોઈ અર્થ નથી.

    ©thewritersword