• divyagoswami 24w

    ચહેરો

    દિવ્યા ગોસ્વામી "મધુ". . .

    તારા ચહેરામાં ભળી જવાનું મન થાય,
    આમ જ તારામાં ભળી જવાનુ મન થાય.

    તું હોય સાથ તો જીવવાનું મન થાય,
    બાકી રહેલી જિંદગી પણ વધારવાનું મન થાય.

    મોમ માં ધાગો બની પરોવાઈ જવાનું મન થાય,
    લતા બની પેડમાં લપેટાઈ જવાનું મન થાય.

    તારા ધબકારા બની જવાનું મન થાય,
    તારા માટે લૂંટાઈ જવાનું મન થાય.

    ગઝલ તારા માટે જ લખવાનુ મન થાય,
    દિવુ ને પણ તારી સમીપ આવવાનું મન થાય...
    ©divyagoswami