• adv_mavani 23w

    " મન "

    સમય નાં તાંતણા છે આપણી વચ્ચે,
    સમય નાં.... તાંતણા છે આપણી વચ્ચે,
    મધુરતા હોય કે નગતતા... શું ફેર પડે છે.

    ફેલાય જવાનાં છે સુરજના કિરણો,
    ફેલાય જવાનાં..છે સુરજ ના કિરણો,
    ઊગતા હોય કે આથમતા..શું ફેર પડે છે.

    શબ્દો ને ઉંચકી જો ફરવું હોય,
    શબ્દો ને ઉંચકી... જો ફરવું હોય,
    તો ઘોંઘાટ હોય કે નિરવતા.. શું ફેર પડે છે.

    પવન ના સહેવાસી છે પંખી ના ઘર,
    પવન ના...સહેવાસી છે પંખી ના ઘર,
    સ્થિર હોય કે ફળફળતા..શું ફેર પડે છે.

    તારા જ તરફ વધવાના છે મારા કદમ,
    તારાજ...તરફ વધવાના છે મારા કદમ,
    થાકેલા હોય કે થરકતા... શું ફેર પડે છે.

    તારા જ તરફ વધવાના છે મારા કદમ,
    થાકેલા હોય કે થરકતા..શું ફેર પડે છે..શું ફેર પડે છે.

    ©adv_mavani