• tandel 108w

    ના પૂછો કોઈ અમને કે દરિયો કેટલો ઊંડો છે
    કિનારા પર ડૂબતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને કે અમૃત શું છે
    સાપો ની વચ્ચે રહેતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને કે અજવાળા કેવા હોય
    આંખે પાટા બાંધી ને ચાલતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને કે જીવવુ કઈ રીતે
    ડગલે ને પગલે મરતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને વરસાદ મા ભીંજાવાની મજા
    બારેમાસ આંસુ એ ભીંજાતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને ફુલો ની ફોરમ વિશે
    નકલી ફુલો ની વચ્ચે રહેતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને આધાર કોણ તમારો
    જર્જરિત મકાનો મા વસતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને કે મરીયો કોનો સાથ તમને
    પોતાનાજ પડછાયા મા ભેરૂ શોધતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને પરિભાષા જીવનની
    તૂફાનોની વચ્ચે જીવતા માણસ અમે તો!

    ના પૂછો કોઈ અમને અમારૂ સરનામું હવે
    આમ તેમ રખડતા ભટકતા માણસ અમે તો!

    ટંડેલ પ્રિયંક