• sagar536 35w

  સદગુણ

  મન આજ ઉતાવળું તે શું થયું
  સારા ગુણ નું ભાન તે શું થયું!

  વિચાર મગ્ન માત્ર દૂરગુણો ના
  આજ ના યુવાનો ને તે શું થયું!

  હું શું જાણું કે કેમ લખાય છે શબ્દ
  આ સદભાવ ના રંગ નું તે શું થયું!

  પરંપરા સોહામણી આપણા વડીલોની
  આજ આ પરંપરાની દ્રષ્ટિ નું તે શું થયું!

  જરા જુવો કે યુવાનો ભાન શું ભૂલ્યા આજ
  એને ખોટું ગમે, તો પછી સત્યનું તે શું થયું!

  ભસ્તા કૂતરા ની મારફત ઉચારવું
  તો પછી પ્રાણી અને માણસ નું તે શું થયું!

  મન આજ ઉતાવળું તે શું થયું
  સારા ગુણ નું ભાન તે શું થયું!

  - સાગર પંડ્યા