• unknown_9 9w

    હાં, બહુ વધારે લખ્યું છે, પણ બસ એકવાર વાંચી જોજો.����

    Read More

    જો તમારી જોડે સમય ના હોય! તો મહેરબાની કરીને તમારી વ્યક્તિને જણાવી દો, કહી દો એને એકવાર મ્હોં પર. તમારી વ્યક્તિ તમારી રાહ જોઈને બેઠી હોય છે સવારથી રાત સુધી, બસ એટલો જ સ્વાર્થ લઈને કે બસ તમારી જોડે થોડી ગણી વાત થઈ જાય, એમને કઈક કહેવું હોય, જણાવવું હોય તો એ જણાવી શકે. એકવાર તમારું ના જોઈને તમારી વ્યક્તિ વિશે થોડો સમય કાઢી વિચારી જોજો; વિચારી જોજો કે એ બસ મારી સાથે બસ વાત જ કરવા માટે આખો દિવસ રાહ જોવે છે! બસ એકવાર વિચારી તમારી વ્યક્તિને તમારો સમય આપો, તમે એમની સાથે વાત કરશો તો એ ખૂબ ખુશ થઈ જશે, આખા દિવસનો થાક દૂર થઈ જશે, આખા દિવસની ચિંતા દૂર થઈ જશે. આ બધું તમે જોઈ તો નથી શકવાના પણ એમનાં મેસેજ/અવાજ પરથી મહેસુસ તો કરી શકશો.
    ફરી કહું છું, નસીબદાર માનજો પોતાની જાતને કે તમને આવી વ્યક્તિ મળી છે જે આવાં સમયમાં એની આજુબાજુ લાખો લોકો રહેતા હોવા છતાં પણ તમારી રાહ જોવે છે, એક વફાદાર માણસ બનીને. બાકી તું નહિ તો બીજું કોઈ આવું તો સાંભળ્યું જ હશે!!
    કદર કરો જ્યાં સુધી એ છે, એ રાહ જુવે છે. બાકી પછી તો તમે જાણો, પણ એ વ્યક્તિનું દુઃખ તમે ના જોઈ શકશો કે ના મહેસુસ કરી શકશો જ્યારે તમે એમને નજરઅંદાજ કરશો, જ્યારે તમે એમને છોડી દેશો.
    ©unknown_