• kermech21 30w

    તું ન હોય...

    એક તું ન હોય તો શું થાય?
    વરસી રહે મૌસમ તોય, મને ન ભીંજવે!

    એનું તો કામ છે, જાગે આખી રાત!
    પણ, સાથે સાથે ચાંદ, સપનાઓ મારા છીનવે!

    તારા વગર ઉદાસ છે બાગ આખોય,
    ભ્રમર પણ, કળી ને કેમ કરી ખીલવે?

    નથી માનતું મન કે તું નથી સાથે,
    કરે કોશિશ ઠંડી હવા, આવી ને મને રીઝવે!

    એ તો એનું કામ કરે, સમયતો વહેતો રહે!
    રોજ ઊગે સૂરજ, આવી ને મને ખીજવે!

    એક તું ન હોય તો શું થાય?
    વરસી રહે મૌસમ તોય, મને ન ભીંજવે!

    ©kermech21