• dr_rajvishukla 5w

    તુ કેમ આવો છે???

    દિવસ શરૂ થતા ની સાથે જ મને યાદ કરવાની
    મારું કાંઈ કામ ન હોવા છતાં મારી શોધખોળ કરવાની....
    આળસુ બનીને કાંઈ કામ નહીં કરવાનું પોતાનું
    પણ મારા એક ઇશારા પર મારું કામ કરવા દોડી જવાનું .....
    આખા દિવસમાં એકવાર મારા પર ગુસ્સો કરવાનો
    પણ સાંજ પડતા એકબીજા નો ચહેરો ફરજિયાત જોવાનો.......
    પોતે ભૂલો પડશે તો એકલો રહી ઝઝૂમી લેશે બધે
    પણ મને કયારેય ભૂલથી પણ એકલી નહીં પડવા દે.......
    પોતે ઝગડો કરી ને આવ્યો હશે તો આવી પહેલા મને જણાવશો
    પણ મારા લીધે થયેલા ઝગડા ને મારા સુધી પહોંચવા પણ નહીં દેશે.....
    કયારેક એની વાત ન માનવા પર ગુસ્સે થઈ રિસાઈ જવાનું નાટક કરશે
    પણ મારા રિસાઈ જવા પર મને વધું જોરથી મારવા દોડશે.......
    કયારેક વિચારૂ કે તને પૂછું કે તું કેમ આવો છે??
    પણ દિલ કહે છે કે રહેવા દે જેવો છે એ તારો જ છે......
    ©dr_rajvishukla