• sonihardasani 13w

    પૂછજો

    દરેક હસ્તો ચહેરો હસ્તો નથી હોતો..
    ક્યારેક કોઇને ભેટી ને પૂછજો કદાચ અંતર નું રુદન બહાર આવી જાય...

    દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી...
    કયારેક કોઇને સમય કાઢી ને પૂછજો કદાચ એક રહસ્યમય વાત બહાર આવી જાય....

    દરેક વાત કહેવાની નથી હોતી...
    ક્યારેક કોઇનો હાથ પકડીને તો જો જો કદાચ ઍ ધ્રુજારી બહાર આવી જાય...

    દરેક વાતને ટાળવાની નથી હોતી...
    કયારેક કોઇની આંખો મા આંખો પરોવીને તો પૂછજો કદાચ કોઇ અંધકાર બહાર આવી જાય...
    ©sonihardasani