Grid View
List View
 • tandel 60w

  મારી ભીતર મેઘો ઘેરાય સાજણ ચોમાસુ બેઠું,
  કેમ કરી કોરું રહી જવાય સાજણ ચોમાસુ બેઠું.

  આઠ-આઠ માસ રાહનો આજે આવ્યો રે અંત,
  સૂકીભટ્ઠ ધરા જોને નહાય સાજણ ચોમાસુ બેઠું.

  કાજળઘેરા વાદળ મહી આભમાં વીજરી ઝબૂકે રે,
  લીલુડા સંદેશા લઈને વાયરો વાય કે સાજણ ચોમાસુ બેઠું .

  તું પણ આવ આ વરસતા વરસાદ ને માણવા,
  કેમ કરી ઘરમા રહેવાય સાજણ ચોમાસુ બેઠું.

  નેવેથી નીતરતું જાય મારું આખુ ચોમાસુ ,સખી !
  ધીંગા વરસાદે તું આવે તો સમજાય સાજણ ચોમાસુ બેઠું.

  ટંડેલ પ્રિયંક

 • tandel 72w

  હવે તો રોજ શમણામાં મળવાની પડી ગઈ છે આદત,
  લાગે છે નીંદર ને પણ છે હવે તમારી ચાહત.

  આમ અચાનક દિલના ધબકારા વધી જાય છે,
  જ્યારે પડે છે ભીતરે કોઈની આહટ.

  યાદોના વાદળો એવા તો ઘેરાય,
  જાણે ભરબપોરે માવઠું આવે બનીને રાહત.

  સમેટીને યાદો બધી તમારી હૈયે કરી છે કેદ,
  હૈયામાં યાદો નું ઘર નહીં બનાવી આખી વસાહત.

  પ્રત્યક્ષ ન મળી શકાય તો શું થયું,
  અહીં રોજ થાય છે તમારી યાદો ની જમાવટ.

  ટંડેલ પ્રિયંક

 • tandel 78w

  મેં ક્યાં કીધું કે હમણાંજ આવી ને મળ,
  પ્રત્યક્ષ નહીં તો શમણાંમાં આવી ને મળ.

  મને ખબર છે કે તમને ભીંજાવું ગમે છે,
  વરસાદ નહીં તો લાગણીના ઝરણાંએ આવી ને મળ.

  હોડી વગરના દરિયાને કેમ કરી પાર કરે,
  હોડી નહીં તો તરણાં પર આવી ને મળ.

  ઉભો છુ એકલો અહીં સુમસાન કિનારે,
  પ્રત્યક્ષ નહીં તો આંસુ થઈને નયણાંમાં આવી ને મળ.

  લઈને ભાર ઉભા છો બહાર એકલા,
  અંદર નહીં તો ઉંબરાયે આવી ને મળ.

  ટંડેલ પ્રિયંક

 • tandel 87w

  પવન બનીને ફુકાવાનું ગમે,
  પણ તોફાની પવન બનીને ફુકાય ના.

  દીવો બનીને પ્રકાશ પાથરવાનું ગમે,
  પણ દાવાનળ બનીને જંગલ બળાય ના.

  કોયલ બનીને કિલ્લોર કરવાનું ગમે,
  પણ કાગડો બનીને કર્કશ થાય ના.

  ફુલ બનીને ચારેકોર મ્હેકવાનું ગમે,
  પણ કીચડ બનીને દુર્ગંધ મરાય ના.

  સૌની સાથે મીઠા વેણ બોલવાનું ગમે,
  પણ સાપ બનીને ઝેર ઓકાય ના.

  વરસાદ બનીને વરસવાનું ગમે,
  પણ સૈલાબ બનીને બધું ગળાય ના.

  માણસ માંથી માનવી બનવું ગમે,
  પણ માનવી માંથી શેતાન બનાય ના .

  ટંડેલ પ્રિયંક

 • tandel 92w

  તાપણું!

  જે હોય એ કહી દેજો મળીને રૂબરૂ,
  અહીં જાય છે કોઈની ખોટી આબરૂ.

  જરા ધીમે ધીમે બોલજો,
  દ્વાર વિનાનું છે મારું છાપરું.

  આમ રોજ રોજ શાને રડો છો,
  છે નથી કોઈ અહીં આપણું.

  મધદરિયે પડ્યું નાવમાં એક ગાબડું,
  લાગે છે રચે કોઈ મોટું કાવતરું.

  ભરાઈ છે અહીં લાગણીનું બજાર,
  શોધો કોઈ અહીં લાગણીનું માપણું.

  આજની રાત છે ઘણી શીતળ,
  પ્રગટાવ્યું મે દિલમાં એક તાપણું!

  ટંડેલ પ્રિયંક

 • tandel 97w

  કલમ થકી કાગળ પર સંઘર્ષો વણવ્યાં કરુ,
  શબ્દોને કંડાળવામાં હજી થોડી વાર લાગશે!

  સંબંધોમાં પડેલી કડવાશને દુર કર્યા કરુ,
  પણ ચાસણીમાં મીઠાશ આવતા હજી થોડી વાર લાગશે!

  સરનામાં લઈને આમ તેમ ભટક્યા કરુ,
  ઘર મળતા હજી થોડી વાર લાગશે!

  આંખોમાં દર્દો ભળીને ફર્યા કરુ,
  આંસુઓ આવતા હજી થોડી વાર લાગશે!

  છોડ પર લાગેલા કાંટાઓના ઘાને ખમ્યા કરુ,
  ગુલાબ ખીલવામાં હજી થોડી વાર લાગશે!

  વહેતી નદીને બસ એકધારે જોયા કરુ,
  સરિતાને સાગર બનતા હજી થોડી વાર લાગશે!

  રોજ આભે ઉચે ઉડવા મથ્યા કરુ,
  પણ પારેવડાંને આભે પહોંચવામાં હજી થોડી વાર લાગશે!

  ટંડેલ પ્રિયંક

 • tandel 101w

  દરિયા તટે

  સિંધુ લહેરોનો મધુર સુર સંભળાય,
  નીરવ પગલા દરિયા તટે જાય.

  વહેતો વાયળો કાને કંઈક કહી જાય,
  રેતી મા રમતું બાળપણની સોડમ શ્વાસે ભળી જાય.

  મોજાની માફક મારી લાગણીઓ ઉભરાય,
  જાણે આખો દરિયો મને ભેટવા વ્યાકુળ થાય.

  યાદોનું વિહગ માંથે ટહુકા કરતુ જાય,
  જાણે મારી સ્મૃતિઓમા મીઠું કલરવ પૂરતું જાય.

  કિનારે ઉભેલી નારિયેળી પર જ્યારે નજર જાય,
  જાણે વર્ષોથી કોઈની રાહ જોઈ ઉભી એવો ભાસ થાય.

  ઢરતા સૂરજ સાથ સાંજ વેળા થાય,
  આખાયે વ્યોમે રાતા કિરણો વેરાય.

  સમીસાંજે રવિએથી કંચન ખરતું જણાય,
  જાણે મારી આંખે સોનેરી દરિયો વહેતો થાય.

  હળવે હળવે રંજની રંગ પથરાય,
  બની આગિયા તારલાઓ ઝળહરતા થાય.

  "હૈયું મારું આજે એકજ વાત રટે,
  પડી રહેવાદો આજે મને દરિયા તટે!"

  ટંડેલ પ્રિયંક

 • tandel 104w

  ઈર્ષ્યા

  લાગણીઓ આજે બધી ખોટી ઠરી,
  આજે કોઈ કોઈનું નથી એવી ખબર પડી.

  હૈયુ મારું ચુવે છે આજે,
  સમજાતું નથી રડે છે શા કાજે?

  જેને માન્યા તો હતા પોતાના,
  હતા એતો બધા પોત-પોતાના.

  રહ્યો નથી પહેલા જેવો તમારો સાથ,
  મળતા નથી હવે પહેલા જેવાં હાથ મા હાથ.

  ચહેરાની પાછળ ચહેરાઓ ઘણા જોયા,
  આંસુઓ સારતા સારતા કેટલા દિવસો ખોયા.

  ઈર્ષ્યાના વાયળા એવા તો વાયા,
  દોસ્ત-દોસ્ત વચ્ચેના સંબંધો ઘવાયા.

  દુઃખ તો બસ એકજ વાતનું,
  એ ચહેરામા હતું ઘણું ભાત-ભાતનું.

  ટંડેલ પ્રિયંક

 • tandel 105w

  ખુદની શોધમા નીકળેલો હુતો,
  થોડું થંભી જાવું હવે મને થાક લાગે છે.

  રાહ પર આવતી હરેક આપદામા,
  હવે તો બસ મારોજ વાંક લાગે છે.

  કોઈપણ આવીને ખેલ એવા ખેલી જાય,
  જીંદગી તો હવે એક મજાક લાગે છે.

  કાયા પર પડેલા આ ઘાવોને જોતા,
  બારીએ લાગેલો કાટ લાગે છે.

  ચોમેર સંભળાય છે કોઈ એકનું નામ,
  અહીં કોઈનું ઉચું નાક લાગે છે.

  આખી ને આખી નદીઓ ને ગળી જતો,
  હવે તો આ દરિયાની મને ધાક લાગે છે.

  ટંડેલ પ્રિયંક

 • tandel 106w

  ઉઠે છે હૈયે એક પ્રશ્ર્ન રે
  કે બનાવી આ સૃષ્ટિ કોણે રે?

  સંતાકૂકડી રમતો અમારી સાથે રે
  છુપાય બેઠો આ જગસર્જક ક્યાં રે?

  ભર્યા દુનિયામા વિભિન્ન રંગો રે
  એ વિશાળ રંગનિધિ કોની રે?

  મૂક્યા પંખીના મધુર કલરવ રે
  ભળી હશે ફુલોમા ફોરમ કોણે રે?

  ભળ્યા જળ વિશાળ સિંધુમા રે
  ઘડીયા ગગનચુંબી પહાડ કોણે રે?

  રચી આ અનંત આકાશગંગા રે
  પૂર્યા પ્રભાત-રાત્રી રંગ કોણે રે?

  બનાવી છે આ સૃષ્ટિ કેટલી સુંદર રે
  તો હશે એનો સર્જક કેટલો સુંદર રે?

  ટંડેલ પ્રિયંક